અંગ્રેજ શિક્ષણવિદ મેકોલે ભારતીય સંસ્કૃતિમાં રહેલ આધ્યાત્મિક મૂલ્યોથી ખૂબ પ્રભાવિત હતો . તેણે સમગ્ર ભારતની શિક્ષણવ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરતાં તે એ તારણ પર આવ્યો કે, “ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો અગ્રેજો કરતાં અનેકગણા ચઢિયાતા છે.”તે દઢપણે માનતો હતો કે , “જો ભારત દેશને ગુલામીની બેડીઓમાં જકડી રાખવો હોય તો તેમની શિક્ષણપ્રણાલીનાં રહેલા મૂલ્યો સંપૂર્ણપણે નષ્ટ કરવા પડશે .” તે માટે મેકોલેએ ઈ .સ. 1834માં અંગ્રેજી કેળવણીની હિમાયત કરી અને એક અભ્યાસક્રમ નક્કી કર્યો.અભ્યાસક્રમ નક્કી કર્યા બાદ તેણે તેના પિતાને ઇંગ્લૈંડ એક પત્ર લખ્યો. પત્રમાં પણ તેણે ભારતીય શિક્ષણવ્યવસ્થાનાં ભારોભાર વખાણ કર્યા. મેકોલે વિચારતો હતો કે “જો