રણમાં ખીલ્યું ગુલાબ - 24

(182)
  • 18.3k
  • 9
  • 11.2k

અર્ણવનું મન ખાટુ થઇ ગયું. આજે એના દિલમાં કેવા કેવા ઉમંગનો મહાસાગર ઊછાળા મારતો હતો! પણ એના બૈરી-છોકરાંવે એનો મૂડ ખરાબ કરી નાખ્યો. સવારે નવ વાગ્યે રોજની જેમ ‘ઓફિસે જવા માટે નીકળુ છું’ એવું કહીને એ ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યાં જ પત્ની આહના આવી પહોંચી. કિચનમાંથી ધસી આવી અને કામની યાદી લેતી આવી, “ કહું છું સાંજે ઘરે પાછા આવો ત્યારે કાળુપુર માર્કેટ માંથી અઠવાડિયાના શાકભાજી લેતા આવશો? ત્યાં ખૂબ જ સસ્તા મળે છે. ફ્રીજમાં મૂકી રાખીશું. આખા અઠવાડિયાની શાંતિ.”