પીછો

(110)
  • 6.8k
  • 6
  • 2.7k

ફટાફટ નાસ્તો પતાવી રીમા એ ડ્રેસ ચેન્જ કરી હળવો મેકઅપ કર્યો ત્યાં સુધીમાં કામવાળી બાઇનું કામ પૂરું થઈ ગયું હતું, જેવી બાઈ નીકળતી હતી કે રીમાએ એને 200 ની એક નોટ આપી, અને કહ્યું જા હવે 4 દિવસ પછી આવજે. અને આ રૂપિયાથી તારા છીકરાઓને મીઠાઈ ખવરાવજે, શીતલની સગાઈની ખુશીમાં. 23 વર્ષની રીમા મૂળ જૂનાગઢની માં-બાપનું એકનું એક સંતાન, પપ્પા મુળજીભાઈનો યુગાન્ડામાં વારસાગત બિઝનેસ હતો પણ ઈદીઅમીનના ત્રાસથી જયારે ભારત ભાગીને આવ્યા ત્યારે 10-11 વર્ષના મુળજીભાઈ દોમ દોમ સાહેબીથી નીકળી ગરીબાઈ નો અનુભવ કર્યો રાજકોટમાં જ્ઞાતીની હોસ્ટેલમાં રહીને કોલેજ પુરી કરી બાપાની નાનકડી દુકાનમાં જોડાયા ત્યારે કોલેજે તેમને 2 અનમોલ