કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૨

(16)
  • 4.4k
  • 2
  • 2.3k

માણસનુ મન કાં તો મૂંઝવણનુ મરીઝ હોય કાં તો મસ્તી કરતુ માંકડુ. આ બનાવ પછી મારૂ મન પણ કદાચ મૂંઝવણ નુ મરીઝ બની ગયુ હતુ. ખબર નહી શા કારણે પણ એ કાકા વિશે જાણવાની મારી તાલાવેલી દિવસે ને દિવસે ઉનાળાની ગરમીની જેમ વધતી ચાલી. એ દિવસના બનાવ પછી કેટલાય દિવસો સુધી હું ડેરી ડેન જઈ કલાકો સુધી બેસતો અને કાકાની રાહ જોતો. ભીખાને પૂછતા હંમેશા એનો એક જ જવાબ મળતો, "મને શી ખબર"એક દિવસ મારી દિકરી આયુષી સાથે સાંજે અંદાજે સાળા આઠ વાગ્યે ડેરી ડેનમાં આઇસક્રીમ લેવા ગયો, ત્યારે અચાનક મારી નજર પેલા કાકા પર પડી. નવા જ આણેલા ઝભ્ભા