લવ યુ જિંદગી (ભાગ - 3)

(25)
  • 3.3k
  • 5
  • 1.4k

આગળ જોયું કે આરવ એક સારી એવી કંપનીમાં જોબ કરે છે, માતા પિતાના અવસાન પછી આરવ દુઃખ ભરી કહાની ભૂલીને પોતાનું ઘર છોડીને બીજે જાય છે, પરંતુ તેના મોબાઇલમાં અન-નોન નંબર પરથી આવેલ મેસેજ કોનો છે એ જાણવા આતુર હોય છે, હવે ત્યાથી આગળ. આરવને નાઈટ હોવાને કારણે બધું કામ પતાવી જલદીથી તે પોતાની બાઇક લઇને કંપની એ જવા માટે નીકળે છે, રાત્રીના 10:00 વાગે તેની શિફ્ટ ચાલુ થવાની હોય છે, આરવ તેની ઓફિસનું બારણું ખોલીને અંદર જાય છે, પોતાનું બેગ ટેબલ પર રાખીને તે બહાર વર્ક જોવા માટે ચાલ્યો જાય છે, જરૂર હોય ત્યાં લેબર ને ગાઈડ પણ કરતો