કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

(14)
  • 3.9k
  • 1
  • 1.5k

પ્રશ્ન: આપણને પાછલો જન્મ કેમ યાદ નથી રહેતો? કારણ કે મોક્ષ મેળવવા માટે માટે પાછલો જન્મ યાદ રહેવો જરૂરી નથી. એ વાત યાદ રાખો કે કર્મફળનોનો સિદ્ધાંત અને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા એક શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે. તેમાં કોઈપણ પ્રકારની નિરર્થકતાને સ્થાન નથી. જો આપણને પાછલો જન્મ યાદ રહેતો હોય તો આપણે મુક્તિ માર્ગમાં આગળ વધી ન શકત. પાછલા જન્મની વાત જ જવા દો, આપણને આ જન્મની પણ ઘણી બધી ઘટનાઓ યાદ રહેતી નથી. જેટલું જરૂરી હોય તેટલું જ આપણને યાદ રહે એ પ્રાકૃતિક નિયમ અને ઈશ્વરની ન્યાય વ્યસ્થાનો એક ભાગ છે. એનું એક ઉદાહર એ છે કે ભૂતકાળમાં જીવીને લોકો જયારે