રણમાં ખીલ્યું ગુલાબ - 20

(183)
  • 15.3k
  • 23
  • 9.8k

“સર, પ્લીઝ! મને મદદ કરો માર્ગદર્શન આપો જેથી હું મારી પ્રેમિકાને મેળવી શકું. જાનમ કોટક નામના એક જાનદાર જુવાને અચાનક આવીને મારી સમક્ષ રજુઆત કરી. હું મનોમન હસ્યો. જ્યાં જુઓ ત્યાં આ એક જ વાતની આગ લાગી છે. ઘરે ઘરે મહોબ્બતનું મહાભારત મંડાયું છે. યુવાનોને યુવતીઓનું ઘેલું લાગ્યું છે. (યુવતીઓ પણ આવી ઘેલછામાં ખાસ પાછળ નથી!) બંને ‘જેન્ડર’ના મારા વાંચકો જ્યારે રહી ન શકાય ત્યારે મારી પાસે આવી ચડે છે મને મળવા માટે, પ્રિયપાત્રને મેળવવા માટે અને રડીને હૈયું ખાલી કરવા માટે.