બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૬

  • 2.5k
  • 1
  • 1.1k

સ્ટેશન ભણી તેઓ આગળ વધી રહ્યા હતા . તે જ વખતે સત્યમના દિમાગમાં ખ્યાલ જાગ્યો ! ' મારે રવિની ખબર કાઢવા જવું જોઈએ ! ' આથી તેણે ફ્લોરાને અરજ કરી . ' મને રવિનું સરનામું આપીશ . હું કાલે યા તો પરમ દિવસે તેની ખબર જોવા જઈ આવીશ ! ' તે સાંભળી ફ્લોરાએ સૂચન કર્યું હતું . તમારે આવવું હોય તો સાથે જ આવી જાવ . તમને ઘર ગોતવા ની મહેનત નહીં કરવી પડે ! ' ' ઇટ ઈઝ રાઇટ ! સારો સુઝાવ છે ! હું હમણા જ તારી સાથે આવું છું . તે પહેલાં હું ઘરે ફોન કરી લઉં ! ' પબ્લિક