આસ્થા એક નવી રાહ

  • 1.8k
  • 3
  • 441

વલોપાત ના વમળને આટોપી તારુન્ય ના ઉંબરે  ઉછાળા મારતો ઉરનો ઉદધિ જીવનસફરના નવા તટ પર પદચિહ્ન છોડી જવા તત્પર થઈ રહ્યો હતો.જીવનની ઘટમાળમાં દસમાં ધોરણનો ઉંબરો 95% સાથે વટાવી આસ્થાએ અગિયારમા ધોરણમાં શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલમાં સાયન્સ ફેકલ્ટી માં એડમિશન મેળવી લીધું હતું.અજાણી શાળાનો અજાણ્યો માહોલ-હૃદયમાં અજાણ્યા ને અજુગતા ઉચાટ  વચ્ચે શાળાના આજના પ્રથમ દિવસે શાળાના ગેટમાં પ્રવેશતા જ નજીક રહેલા શાળાના બગીચામાં રહેલા મઘમઘતાં ફૂલોએ આસ્થાના મનને પ્રફુલ્લિત કરી દીધું.ઉત્કર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન મળ્યાના એક અનેરા આનંદ સાથે ગેટમેનને સસ્મિત નમસ્તે કરી શાળાના મેઈન કોરિડોરનું કે જાણે એના જીવન ઘડતર નું પ્રથમ પગથિયું ના હોય..! તે સર કરી , ધોરણ