રણમાં ખીલ્યું ગુલાબ - 19

(194)
  • 15.6k
  • 25
  • 9.8k

એ સવાર કંઇક અનોખી જ ઊગી હતી. સ્વ. અમરતબાઇ જીવાભાઇ પટેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના બે હજાર વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડે ની ઊજવણી માટે સજ્જ થઇને આવ્યા હતા. પ્રાંગણમાં એક વિશાળ વડના ઝાડ ફરતે બેસી શકાય તેવો ગોળાકાર ઓટલો હતો. વર્ષના કોઇ પણ દિવસે એ ઓટલા પર સૌંદર્ય પિપાસુ યુવાનો બેઠેલા જ હોય. એ ઓટલો ‘અલખનો ઓટલો’ કહેવાતો હતો વાસ્તવમાં ત્યાં મલકના મોરલાઓ પોતાની ઢેલને જોવા માટે કલાકો સુધી ‘ફેવિફિક્સ’ લગાવીને બેસી રહેતા હતા.