કર્ણલોક - 19

(49)
  • 5.8k
  • 2
  • 2.9k

જવાની વાત થયા પછી નક્કી થતાં જ મને મામીને મળી આવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. નિમુબહેનને મળ્યે પણ પાંચ-છ મહિના થવા આવ્યા હતા. ત્યાં જઈ આવવાનું મન પણ હતું. દક્ષિણમાં જવાને હજી વીસેક દિવસની વાર હતી છતાં કામ જ એટલું રહેતું કે જવાનો સમય કાઢવો મુશ્કેલ થઈ પડે. આમ છતાં એક શનિ-રવિ નક્કી કરીને નીકળી ગયો.