કલાકો સુધી બંધાયેલ અવસ્થામાં રહ્યા બાદ બે બદસુરત વ્યક્તિઓ આવી અને યુવતી ના વેશ માં રહેલ ઉદય ને લેવા આવી . ઉદય બંધનાવસ્થા માં ગુફા માં પ્રવેશ્યો . ગુફા માં અંધકાર અને બદબુ નું સામ્રાજ્ય હતું . તેને એક અગ્નિકુંડ પાસે લઇ જવામાં આવ્યો . ત્યાં અસીમાનંદ અને એક વ્યક્તિ ઉભી હતી તે જરખ જ હોવી જોઈએ તેવું ઉદયે ધરી લીધું . અસીમાનંદ જોર જોરથી મંત્ર ઉચ્ચારી રહ્યો હતો અને જરખ અગ્નિકુંડ માં વિવિધ સામગ્રી હોમી રહ્યો હતો . થોડી વાર પછી મંત્રોચ્ચાર બેન્ડ થયા પછી અસીમાનંદ ખડગ લઈને ઉદય તરફ ફર્યા અને જોર જોર થી હસવા લાગ્યા અને કહ્યું