દાનો

(15)
  • 2.4k
  • 2
  • 657

દાનો ઝાંપલીમાં પેંસતાંવેંત દાનાએ હોંકારો પાડ્યો: "રૂપલી, નાવણિયે પૉણી કાઢ. નઈનઅ મારઅ રૉમાપીરના પાઠમૉ જવાનું સઅ." રૂપાએ ચૂલે મુકેલ ભૈડકું હલાવતાં "એ....મેલું" નો સાદ કર્યો. ચાર વર્ષથી છ માસના જગુને આંગળિયાત લઈને આવેલી રૂપા ખરેખર રૂપરૂપનો અંબાર હતી. વાસમાં પેસતાં જ ગુલમહોરની નીચે દાનાનો કબીલો તૂટેલ તાટિયાં-કોથળાંનાં થીંગડાં મારેલ છાપરામાં સચવાયેલો પડ્યો હતો. હાથવણાટના કાપડાં વણી-વેચીને ગુજરાન ચલાવતો દાનો દિલનો પણ 'દાનો' જ હતો. મફતનું લેવાની એને તલભારેય તૃષ્ણા ન હતી. નાતરિયા વરણમાં જવલ્લે જ જોવા મળતી ખુમારી દાનામાં દેખતે ડોરે ડોકાતી હતી. અને એટલે સ્તો....નાત તો ઠીક 'પરનાત'માંય એનું સારું નામ હતું. રામાધણી ઉપર અતૂટ શ્રદ્ધા