* અસ્તિત્વ * વાર્તા.... અનેરીના લગ્ન મા - બાપની મરજી મુજબ નાતમાં જ થયા. પિયરમાં સૌથી નાની હતી અને સાસરીમાં સૌથી મોટી વહુ હતી. સાસરીમાં આવી પહેલા જ દિવસથી ઘરની જવાબદારી ઉપાડી લીધી. ઘરમાં બધાની લાડકવાયી વહુ બનીને રહી. નાના દિયર અને નણંદની વહાલી ભાભી બની રહી આમ સાસરીમાં બધાના દિલ જીતી લીધા. આમ સાસરીમાં બધાના મો પર અનેરીનું જ નામ રહેતું. અનેરી ના લગ્નને સાત મહિના થયા અને અનેરી બે જીવ સોતી હતી અને એના પપ્પા ને એટેક આવ્યો અને એ ભગવાન પાસે ચાલ્યા ગયા. અનેરી એક વખત પિયર જઈ આવી. અનેરી ની મમ્મી અને ભાઈ એ એક સગા મારફત