"એય સાગર જો, આ બ્લ્યુ શર્ટ તને ફાઈન લાગશે."સાગરની ના હોવા છતાં મેઘાએ શર્ટ ખરીદ્યો. આવું તો ઘણું બધું મેઘા પોતાની જરૂરિયાતો અવગણીને લઈ આવતી. સાગર કહેતો,"તું તારા નામ પ્રમાણે જ છે હો.. બસ વરસી જ પડે છે એકધારી". ત્યારે મેઘા પણ કહેતી,"હા, જીવનભર વરસતી રહીશ". કોલેજકાળમાં પ્રેમસંબંધ બંધાયો, પેહરેલ કપડે નીકળેલ મેઘાએ લગ્ન બાદ સાગર સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું. ત્રણ વર્ષમાં જ આર્થિક રીતે સદ્ધર થયાં હતાં. હપ્તે થી ઘર બુક કરાવ્યું. સાગર બાળક માટે કહેતો ત્યારે મેઘા ટાળી દેતી. સાગર ઉદાસ થઈ જતો પણ મસમોટા ખર્ચા નું વિચારીને રહી જતો. બંને પોતાનાં