ભૂલ - 10

(119)
  • 7.9k
  • 10
  • 5.9k

ભગત, મનમોહન, પ્રતાપ, દિવાન અને સુરેશ...! પાંચેય પરસેવે રેબઝેબ બની ગયા હતા. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં પણ તેમનાં શરીર તપતાં હતાં. જાણે માઈલોના માઈલો દોડ્યા હોય, અને પાણી પીવા ન મળ્યું હોય એમ તેમના ગળામાં શૂળ ભોંકાતા હતા. મનમોહને બોટલ ઉઘાડીને તેમાંથી વ્હીસ્કીનો એક મોટો ઘૂંટડો ગળે ઉતાર્યો. ‘ભગત...!’ એ ધીમેથી બબડ્યો, ‘તેં એનું ખૂન કરીને સારૂ નથી કર્યું!’