ઉત્તરાર્ધજાનકી તેની પુત્રી ઋજુતા અને સાસુ સાથે ઘરે ચાલવા લાગી. બંને ઘરે આવ્યા. એની સાસુનું સંપૂર્ણપણે હ્ર્દયપરિવર્તન થઈ ચૂક્યું હતું. ધીમે ધીમે ઋજુતા પણ મોટી થવા લાગી. સમય વીતતો ચાલ્યો. આ તરફ પિયુષ પણ ઇશ્વર તરફ જવાના રસ્તે ગતિ કરવા લાગ્યો. સમય ને ક્યાં કોઈ બંધન નડે છે. આમ આ તરફ ઋજુતા અને જાનકી અને તેની સાસુનો પરિવાર ગતિ કરવા લાગ્યો અને બીજી તરફ પિયુષ ઈશ્વરમાં લીન રહેવા લાગ્યો. આમ કરતાં બીજા વીસ વર્ષ વીતી ગયા. આ વીસ વર્ષ માં પિયુષ ઋજુતા અને જાનકી ના જન્મદિવસે મળવા આવતો.****20 વર્ષ પછી-ઋજુતા હવે મોટી થઈ ગઈ છે. ગઈ કાલે જ હજુ એને 21મું