ઓમાન દેશની રાજધાની મસ્કત શહેરમાં એક ટૂંક સમયના રહેવાસી તરીકે ત્રીજી વખત ગયો. જે વસ્તુ મારી આંખને કે મારા મનને નવી લાગી તે આપ સહુ સાથે શેર કરું છું.આ શહેરની અને ઓમાન ની ખાસિયત એ જોઈ કે અહીં મૂળ નાગરિકો કરતાં બહારના, expartites વધી જાય છે. ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ફિલિપિનો, ઈરાની, આફ્રિકન અને છેક દૂર કહી શકાય તેવા થાઈ અને ચાઈનીઝ લોકો ઘણા જોવા મળે. ભારતીયો તો 200 વર્ષ ઉપરાંત થી આ દેશ સાથે જોડાયેલા છે પણ એ વખતે કહે છે ગુજરાતીઓ મહત્તમ હતા. આજે જ્યાં જોઈએ ત્યાં કેરળના લોકો જ દેખાય. મોલના મેનેજર, બીલિંગવાળા, પીયૂન અને સ્વીપર બધા જ