ઓહ ! માય મધર...

(12)
  • 3.8k
  • 3
  • 919

"કેમ આજે થોડા ઉદાસ દેખાવ છો ? તમારી તબિયત તો સારી છે ને ?" પાઠક સાહેબે સહજભાવે પ્રશ્ન કર્યો. અચાનક પાઠક સાહેબના આ પ્રશ્નથી થોડા ચોંકી ગયેલા જે.ડી.સાહેબે ચહેરાનો ભાવ છુપાવવા હોંઠ પર સ્મિત લાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ત્યારબાદ જે.ડી.સાહેબને તેની છીપશી આંખોમાં આવેલા મોતીશા આંસુનું જ્ઞાન થયું. તે મોતી ફર્શ પર પડીને ફૂટી જવાનો ડર હોય કે પછી પાઠક સાહેબ જોઈ જશે એ ડરથી તેને લૂછવા માટે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢ્યો. તેમણે રૂમાલ વડે આંસુ એ રીતે લૂછી લીધા જાણે હંસલી ચપચપ મોતી ચણી ગઈ. જે.ડી. ચુડાસમા સાહેબ પૂરા પાંચ ફૂટ બે ઇંચના અને ખડતલ બાંધાના. તેમની ઉંમર પાંત્રીસ