સવારથી બહુંજ સણકા નાખે છે. જાનકી મા અને ટીનામા સવારથી સેવા કરે છે સહન નથી થતું પણ ધવલ માથુ દબાવીને સહન કરે છે. પરાશર પપ્પાને સવારથી રેકૉર્ડીંગ માટે જવાનું હતુ. તે રદ કરાવી ટાટા મેમોરીયલ હોસ્પીટલ ટીના સાથે લઇ ગયા. આમતો બધાને ખબર હતી કે ઇંજેક્શન ચઢાવશે અને એનાલ્જીન થી દુખાવાની અસરો થોડાક સમય માટે રોકાશે. સુરજ ચઢતો જશે તેમ દુખાવો વધશે અને એનાલ્જીન સાથે ઘેન ની દવા પણ આપશે એટલે થોડાક સમયમાં ઉંઘ આવશે. કલાક કે થોડુંક વધારે ઉંઘ્યા પછી જાણે કરફ્યુ છુટ્યો હોય તેમ ધવલ જાગશે અને દર્દથી માથુ ફાટી ગયું હોય તેમ ચીસાચીસ કરશે