પારદર્શી - 1

(50)
  • 4.5k
  • 9
  • 2.5k

ધારાવાહિકફીકશન વાર્તાપારદર્શી-1                (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી તોફાન લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.)                               આજે સાંજનાં 6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ