બીજે દિવસે સવારે નિયતિ કૉલેજ પહોચી અને બાઈક પર ફરી એક ચિઠ્ઠી લટકાવી. નિયતિનાં ચહેરાં પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો. જણાય રહ્યું હતું કે તેનો રસ્તો સાચ્ચો છે. નિયતિનાં જવા પછી રોહન ત્યાં આવ્યો અને ચિઠ્ઠી જોઈ આતુરતાથી વાંચવા લાગ્યો. " માની લીધું કે તને મારાં પર respect છે. અને હું તેની કદર કરું છું. પણ રોજનું રોજ મારાં માટે જગ્યા રોકવાનો શું મતલબ! એક દિવસ હોય તો સમજ્યા પણ પછી રોજનું શું!... ના તું મારો ફ્રેન્ડ છે કે ના મારો ભાઈ. તો કયાં હકથી કરે છે આ બધું? "