સૂન મેરે હમસફર...

(14)
  • 7.4k
  • 2
  • 1.4k

    બાજુનાં ઘરનાં  રેડિયો પર વાગતું ગીત , "સૂન મેરે હમસફર , ક્યા તુજે ઇતની સી હૈ ખબર...? સાંભળતા જ અચાનક નિંદ્રામાંથી સફાળા જાગી, ગીતનાં શબ્દોથી જાણે ભૂતકાળનાં સંસ્મરણો તમારી આંખો સામે તરવરતા તમારી આંખો સહજ ભીંજાઈ ગઇ હિના...રીઅલ લાઈફ અને રીલ લાઈફ વચ્ચેની ભેદરેખા પારખવામાં તમે નિષ્ફળ નીવડ્યા હિના.અભ્યાસમાં કુશળ એવાં તમે આ રીતે વ્યાવહારિક જીવનનાં ગણિતમાં  ફેેેઇલ થઈ જશો એવું માનવામાં નથી આવતું હિના...પણ હકીકતને કોણ બદલી શકે છે હિના...?જ્યારે પણ ભૂતકાળનાં સંસ્મરણો તમારી સામે તરવરે છે ...ત્યારે તમને સહજ વિચાર આવે છે કે,"કાશ...ગંજીફાની રમતનો એક્કા પર વિશ્વાસ ન મૂક્યો હોત ...તો આજે આ દિવસ જોવો ન પડત...!