ભૂલ - 7

(144)
  • 7.8k
  • 17
  • 5.7k

દિલીપ અત્યારે ભૈરવ ચોક પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. થોડા દિવસો માટે વામનરાવનું સ્થાન એણે લઈ લીધું હતું. વામનરાવ કોઈક કારણસર ત્રણ દિવસ માટે બહારગામ ગયો હતો. એની ગેરહાજરીમાં ભૈરવ ચોક પોલીસ સ્ટેશનનો ચાર્જ માત્ર દિલીપ અને સબ.ઈન્સ્પેક્ટર કુલકર્ણી સંભાળતો હતા. કુલકર્ણી છ મહિના પહેલાં જ મુંબઈથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યો હતો.