અમદાવાદનો ઉનાળો

  • 4.9k
  • 4
  • 742

ઉનાળા ની બપોર વિશે તો શાળા માં ભણતા ત્યારે નિબંધ લખતા પણ એનો સાચો અનુભવ તો છેલ્લા કેટલાક વર્ષો માં જાતે જ કર્યો. અમદાવાદ શહેર રેહવા માટે, હરવા-ફરવા માટે, અવનવા શોખ પુરા કરવા માટે, નોકરી-ધંધા માટે ઘણું સારું છે. પણ આજે વિષય કંઇક જુદો છે. અમદાવાદ માં જેને ઉનાળો કાઢ્યો હોય એ અહીં કદાચ રહેવાનું પસંદ પણ ન કરે. માર્ચ મહિના ની શરૂઆત કે પછીના પંદર એક દિવસ માં ગરમી ની શરૂઆત થાય છે. ઉનાળા ના આ દિવસો માં સવાર ના આઠ-નવ વાગ્યા થી ગરમી લાગવાની શરૂઆત. અમદાવાદ માં લોકો આ સમય એ શાકભાજી કે દિવસ ની જરૂરી વસ્તુઓ લેવા