"અરે, રવિન્દ ,કેમેરા વાળો કયારનો ગયો. તમે બને શું કરો છો??" વિનયના અવાજથી બંને તે પોઝ માંથી બહાર આવ્યાં. નજર શરમથી જુકેલી હતી. ને આખો તેને હજી નિહાળી રહી હતી. "રવિન્દ, એકવાત પુછુ....???""ના, તું ચુપ રહે તો જ બરાબર છે." વિનય કંઈ ઉલટું બોલી દેશે તો, રીતલ સામે તેની ઈમેજ કેવી ઊભી થશે તે ડરે તેને વિનયને બોલવા ન દીધો. પણ, રીતલની ફેન્ડ સોનાલી બોલ્યાં વગર ના રહી શકી તેને કહ્યું,"જીજુ, તમે તમારા ફેન્ડને ના કહેશો,પણ મને તો તમે નહીં રોકી શકો ને...!! ""એકમિનિટ, તમે બંને કહેવાં શું માગો છો??? " સોનાલીના સવાલ પર જ રીતલે સવાલ કરી દીધો તે જાણતીં