મેડ ફોર ઈચઅધર

(54)
  • 3k
  • 4
  • 1.1k

ઘરમાં સ​વારથી કોઈ ને કોઈ બાબતે બુમાબુમ ચાલી રહી હતી. મને એ નહોતી ખબર પડતી કે આ બધુ ચાલિ રહ્યું છે. હા એટલી ખબર હતી કે મને છોકરાવાળા જોવા આવી રહ્યા છે એ પણ મારી ઈચ્છા વિરુધ્ધ, પણ એમાં આટલી ધમાલ શું કામ? એટલામાં જ મારા મમ્મીનો નીચેથી અવાજ આવ્યો. બેટા જલ્દી તૈયાર થ​ઈ જા, મહેમાન આવતા જ હશે અને જલ્દી નીચે આવી જા. હું નિકિતાને ઉપર મોકલું છું એ તને જલ્દીથી તૈયાર કરી દેશે, ઠીક છે? મારી હા કે ના સાંભળ્યા વગર જ મમ્મી ફટાફટ સીડીઓ ઊતરી ગ​ઈ. એવી જ રીતે આ લગ્ન સંબંધમાં પણ મારી સહમતિને કોઈ જ