ચાના બે કપ

(12)
  • 6.6k
  • 3
  • 1.2k

    શ્વેતા એ ખિન્ન ચેહરે બે કપ ચા ટ્રે માં મૂકી અને રસિકલાલ ને એમનાં રૂમમાં આપી આવી. રસોઈ માં આવીને બબડી ઉઠી," આ ડોસાને રોજ બે કપ ચા બનાવી આપવાની. બન્ને ચા પીતા હોય તો ઠીક છે પણ એક કપ પીવે છે અને બીજો કપ મંજરી ના બાઉલ માં રેડી દે છે. મંજરી પણ પાછી ચૂપચાપ પી જાય છે. રોજનો એક કપ ચા નો વેડફાટ, આ મોંઘવારી નાં જમાનામાં કેમનો પોસાય?"    લગ્ન કરીને આવી ત્યારનો શ્વેતાનો આ રોજનો ક્રમ હતો. રાજીવે લગ્નનાં પ્રથમ દિવસે જ કહ્યું હતું," જો શ્વેતા, ઘરનું એકાદ કામ ઓછું કરીશ તો ચાલશે. આપણી