ભાગ -૧ આજે ઘરનું વાતાવરણ કંઈ અલગ જ લાગતું હતું, બધા ચિંતામાં હતા , કે રચના પાસ થશે કે નહી? થશે તો ક્યાં પછી આગળ ભણવા જશે? શું થાશે આ રચનાનું? રચના દેખાવે સુંદર, સ્વભાવે શાંત ,કોયલ થી પણ મધુર વાણી , ચંદ્રમાંની ચાંદની જેવી મોઢા પર ચમક, વાળ રેશમી મુલાયમ , પહેલી જ નજરે બધાનાં દિલ માં વસી જાય તેવી છે. તેના મમ્મી પપ્પા ના તો કાળજા નો કટકો છે. તેના મમ્મી તો તેને એટલી હદે પ્રેમ કરતાં કે હવે તેને બહાર ભણવા જાવાની જ ના પાડતા હતા. પરંતુ તેના પપ્પા ના કહેવાથી તે માની ગયા. પણ