પૂર્વાભાષ કે સંયોગ?

(16)
  • 2.2k
  • 3
  • 801

 પૂર્વાભાષ કે સંયોગ?કિશન આજ પાછો ઝબકીને જાગી ગયો. વારંવાર આવતા ભયંકર એકસીડન્ટના સપના એ તેને હેરાન પરેશાન કરી દીધેલ. ઊંધ ઊડાડી દીધી હતી તેની, જાગતા પણ એ સ્વપ્ન યાદ કરતાં પસીને રેબઝેબ થઈ જતો. ડરથી શરીરમાં લખલખું પસાર થઈ જતું. કિશન છેલ્લાં છ મહિનાથી વારંવાર આવતા એ સ્વપ્નનો મતલબ સમજવા પ્રયત્ન કર્યા કરતો, પણ નિષ્ફળતા જ હાથ લાગતી. કિશન મધ્યમ વર્ગીય માતા પિતાનો નાનો દિકરો. મોટી બહેન લગ્ન પછી કેનેડા સ્થાયી થયેલ. કિશનને અભ્યાસ દરમ્યાન જ  સરકારી નોકરી મળી જતાં તેણે સ્વીકારી લીધી. તેનું નોકરીનું સ્થળ અમદાવાદથી ખાસુ દુર અને આદિવાસી પ્રદેશમાં હતું. કિશન ત્યાં બે ત્રણ મિત્રો સાથે નાનું મકાન