ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20

(377)
  • 12.5k
  • 7
  • 5.8k

એકલો એક ખડકનો ટુકડો ત્રીસ ફૂટ લાંબો, વીસ ફૂટ પહોળો અને દસ ફૂટ પાણીની સપાટીથી ઊંચો બાકી રહ્યો હતો! જ્યાં થોડા વખત પહેલાં લીંકન ટાપુ હતો, ત્યાં અત્યારે ખડકનો એક માત્ર ટુકડો પાણીની બહાર દેખાતો હતો. આ ખડકો ગ્રેનાઈટ હાઉસના હતા. ગ્રેનાઈટ હાઉસની દીવાલ કડડડ કરીને પડી ગઈ હતી. અને મોટા ખંડના થોડા ખડકો એક બીજા પર ઢગલો થઈને આ જગ્યા બની હતી. સાગરનાં પાણીએ પોતાની આસપાસનું બધું જ પોતાનામાં સમાવી લીધું હતું. જ્વાળામુખી પર્વતના ટુકડેટુકડા થયા પછી જો કોઈ ભાગ પાણીની બહાર રહ્યો હોય તો તો ગ્રેનાઈટ હાઉસના આ ખડકો હતા. એ ખડકો ઉપર છ સાથીઓ અને કૂતરો ટોપે આશરો લીધો હતો. આખો ટાપુ દરિયામાં ડૂબી ગયો હતો.