છઠ્ઠો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા” દિશા તેનું લેપટોપ ખરાબ હોવાથી અહીંયા પૂજનના કોમ્પ્યુટર પર પ્રોજેકટ બનાવવા આવી હતી. અને અહીંયા ભજીયાપાર્ટી રંગ લાવી રહી હતી. “ચાલો, હવે થોડુક કામ પણ કરીએ?” દિશા સભાન થતા બોલી. “હા,કેમ નહિ?” તું જા,અંદરના રૂમમાં બેસ.હું આ ડીસ કિચનમાં મુકીને આવું છું.”પૂજન ડીસ ઉઠાવતા બોલ્યો.દિશા પૂજનના રૂમમાં પહેલી વાર આવી હતી.મન ભરીને એ રૂમને નિહાળી રહી હતી. એના પોતાના રૂમ કરતા આ રૂમ ખુબ જ અલગ હતો. અહીં દીવાલ પર એક પણ ચિત્ર કે એક પણ સુવાક્ય ચીપકાવેલું નહોતું. દિશાનો રૂમ સુવાક્યો અને મોટા મોટા રાઈટર્સના કોટથી ભરેલો હતો. દિશા વિચારી રહી હતી