રણમાં ખીલ્યું ગુલાબ - 7

(244)
  • 25.5k
  • 16
  • 17.3k

કોલેજમાં સોપો પડી ગયો. ગુજરાતી વિષયના પ્રોફેસર રાવલ સરને એક માથાભારે વિદ્યાર્થીએ લાફો મારી દીધો. આવા સમાચાર તો જંગલની દવની જેમ પળવારમાં બધે પ્રસરી જ જાય ને? જેણે જેણે સાંભળ્યું તેણે પહેલો સવાલ આ જ પૂછ્યો, “કોણ છે એ બદમાશ જેણે આવા ભલા સરને લાફો માર્યો?” “રાજુ સિવાય બીજું કોણ હોય! એ આવા તોફાનો કરવા માટે જ તો કોલેજમાં આવે છે. એને ભણવામાં ક્યાં રસ જ છે?”