કર્ણલોક - 7

(45)
  • 7k
  • 3
  • 3.7k

શેફાલીને સિવિલમાં રખાઈ તોપણ બદલીમાં સૌમ્યા હજી આવી નહોતી. કાગળો ચાલતા હતા. ક્યારેક રસ્તા પર રડીખડી દેખાતી રિક્ષામાં અકારણ નજર કરીને તેમાં રોઝમ્મા બેઠી છે કે નહીં. તે જોવાનું મન થઈ જતું. એકાદ વાર નંદુ પણ દરવાજે ઊભો રહીને શહેર તરફ જોતો નજરે પડેલો. આજે સવારે મોહનકાકાના કૂવે નહાઈને પાછો દુકાને આવ્યો તો જોઉં છું કે નંદુ બહાર આવીને બેઠો છે. કહે, ‘ભાઈ, આ વખતે તું મારા વતી મઢીએ જઈ શકીશ?’