નટસમ્રાટ

(14)
  • 4.3k
  • 1
  • 1.1k

ગુરુ પૂર્ણિમાના અવસરે મારાં નાટ્યગુરુ શ્રીકાંત બિલગી ને અર્પણ..... ઠાકોરભાઈ દેસાઈ હોલમાં audience full pack હતું સેકન્ડ બેલ ગયો હતો અને થર્ડબેલ જવામાં થોડી જ વાર હતી. પ્રતીક લાઇટવાળા અને મ્યુઝીકવાળાને છેલ્લી ઇન્સ્ટ્રકક્ષન્સ આપી રહ્યો હતો. પ્રતીક આજના નાટકનો ડિરેક્ટર - દિગ્દર્શક હતો. એટલામાં જ એમનો બેકસ્ટેજવાળો ભરત દોડતો દોડતો પ્રતીક પાસે આવ્યો અને પ્રતીકને કહ્યું, "પ્રતિકભાઇ ફરી પાછી સેવકરામ અને વિજયસર વચ્ચે બબાલ થઈ છે. " પ્રતીક બોલ્યો " આ લોકોને શુ પ્રોબ્લેમ છે એ જ ખબર નથી પડતી." ફટાફટ પ્રતીક ત્યાં પહોંચ્યો પ્રતીકે જઈને પૂછ્યું સેવકકાકા શું પ્રોબ્લેમ થયો છે ? સેવકરામ જે બેકસ્ટેજનું કામ કરતા હતાં એમણે