સપ્રેમ ભેટ ! - 3

(13)
  • 3.8k
  • 2
  • 1k

વિનય બાઇક લઇને દુકાને જઈ રહ્યો હતો. દરરોજ તો તે સવારે 9:30 વાગે જવા નીકળતો પણ આજે કામ વધારે હોવાથી 8:30 વાગે નીકળી ગયો હતો. હાઇવે ક્રોસ કરીને સીધા રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર સામેના રોડ પર ચાલતી મિરાલી પર પડી. વિનયે તરત જ બાઈક સાઈડ પર લઇ બ્રેક મારી. વિનયને ઝબકારો થયો, 'છ મહિના પછી આજે ફરી મિરાલી જોવા મળી હતી. કોલેજના રિજલ્ટ વખતે પણ મિરાલી દેખાઈ ન હતી. કદાચ આમા ભગવાનની પણ મરજી હોઈ શકે, મને ફરી મોકો આપવા મિરાલી સાથે ભેટો કરાવ્યો હોય શકે. જે હોય તે પણ બાકી રહેલું કાર્ય મારે પૂરું