બીજે દિવસે રામલો કામ પર આવ્યો ન હતો.ઉદય તૈયાર થઈને મફાકાકા ના ઘરે પહોંચી ગયો અને સાંજ સુધી આંગળી ચીંધ્યું કામ કરતો રહ્યો, અને સાંજ પડે ખેતર જવા નીકળ્યો અને તળાવ પાસેના એક ઝાડ પર ચડી ગયો. તેને ખબર હતી જે રાત્રે ૧૦ વાગ્યા સુધી બધા સુઈ જાય છે. છતાંય તેને ૧૧ વાગ્યા સુધી રાહ જોઈ અને ઝાડ પરથી ઉતર્યો અને બિલ્લીપગે ગામમાં ગયો . ગામમાં બધા સુઈ ગયા હતા . તેને ખબર ન હતી કે મફાકાકા રોનક ક્યાં સૂતો હશે. તેને વિચાર્યું કે જો આગળો વાખીને સુઈ ગયા હશે તો ફેરો ફોગટ જશે પણ તેના સદ્નસીબે દરવાજો ફક્ત આડો