મફતનો રોટલો?

(30)
  • 2.3k
  • 6
  • 863

?આરતીસોની? ?મફતનો રોટલો? સાંજે જમી ઘરના કામકાજથી પરવારી નેહા પતિ સંજય સાથે ગપાટા મારવા બેસી ગઈ. દીકરાને વેકેશન શરૂ થવાથી હવે એ થોડું હળવાશ મહેસૂસ કરતી હતી. એટલામાં દીકરાએ ફરમાઈશ કરી મોમ બરફ ગોળો ખાવા જઈએ. એતો રેડી જ હતી. સંજયને પુછતાં એણે હા પાડી એટલે એ પાકિટ લેવા રૂમમાં ગઈ, પાકિટ ન મળતા ખૂબ ચિંતામાં આવી ગઈ. એને યાદ આવ્યું કે એક બે દિવસ પહેલા શાક લેવા નિકળી હતી ત્યારે પાકિટ ચોક્કસ શાકની લારી પર ભૂલી ગઈ લાગે છે. સંજયે સમજાવતાં કહ્યું, ”પાકિટ આડા હાથે મૂકાઈ ગયું હશે તું ખોટી ચિંતા ન કર