ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 18

(209)
  • 9.4k
  • 8
  • 4.8k

સવારે નવ વાગ્યે બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં. રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં. 15મી ઓકટોબરની રાત્રે જોયેલા દશ્યે તેમના મનનો કબજો લીધો હતો. કપ્તાન નેમો અવસાન પામ્યા હતા. તેણે સબમરીન સાથે જળસમાધિ લીધી હતી. મુશ્કેલીની વખતે અણધારી મદદ કરનાર નેમો હવે આ દુનિયામાં ન હતા. વહાણ બનાવવાનું કામ ઝડપભેર ચાલવા લાગ્યું. હાર્ડિંગ હવે એ કામમાં પહેલાં કરતાં વધારે સમય આપવા લાગ્યો. ભવિષ્યમાં શું બને તે કહી શકાય તેમ ન હતું. ટેબોર ટાપુએ જવું હોય તો માર્ચની શરૂઆતમાં વહાણ તૈયાર થઈ જાય તે જરૂરી હતું. હજી પાંચ મહિના હાથમાં હતા. પણ સમય વેડફવો પોષાય તેમ ન હતું.