ચીસ - 20

(168)
  • 5.8k
  • 19
  • 2.8k

આખા ખંડમાં હજુય લોબાનનો ધૂપ પ્રસરેલો હતો.કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાયેલો  હતો.ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠેલુ.શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર લીલી પાગડી હતી.પોતાના અલાયદા ખંડમાં બેસેલા મોલાના અસબાબ રાંદેરી અને કાજી સાહેબ આંખોમાં કાજળ આંજી હજુય મિરરમાં ઉતરી જવું હોય એમ તાકી રહ્યા હતા.ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો હતો હાથ પકડાઈ ગયેલા એકધારા બંને જણા હાજરાતની  વિધિથી  ઠાકોર સાહેબના સંતાનો ના શરીરમાં પ્રવેશેલા  શેતાની આત્માઓની ભાળ મેળવી રહ્યા હતા. એકાએક મિરરમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. અત્યારે મિરરમાં બિલકુલ કાળો પરદો આવી ગયો હતો. પેલા મિરર પર લગાવેલ કાજળનો