ભયાનક રોગ..

(49)
  • 3.3k
  • 4
  • 944

અમદાવાદથી આવનારી ઇન્ટરસિટી મારવાડ પછી, સોજતનું સ્ટોપના લેતાં એ અકળાઇ ઉઠ્યા. પછી સીધુ "બ્યાવર" ઉતરવુ પડ્યુ. સોજત નજીકના એક નાનકડા ગામમાં જવાનું હોઈ આ રસ્તો જરા લાંબો પડે..! નસીબની બલિહારી છે ધાર્યું ધણીનું થાય..! સ્ટેશન પર ઉતરી આસપાસ નજર નાખી પછી એક ચાની હોટલ જોઈ. હળવાશ થઈ એ તરફ ચાલવા લાગ્યા. સાઠી વટાવી ગયેલું શરીર..! એકવડીઓ બાંધો..! છ ફૂટ જેટલું ઉંચુ કદ..! આંખોમાં નીતરતી રહેલી અમીદ્રષ્ટિ..! સફેદ કુર્તો પાયજામો અને માથે લાંબી કાળી મૌલાના શાહી ટોપી..! પહેલી નજરમાં જ એવું લાગે જાણે ધર્મનો કોઈ ચુસ્ત અનુયાઈ હશે..! પણ હકીકત સાવ વિપરીત હતી. એમના માટે ઇન્સાનિયતથી મોટો કોઇ ધર્મ નહોતો. મોઢું