કૃષ્ણ પ્રેમ

(11)
  • 3.7k
  • 5
  • 963

ગોપીને ચાર દિવસ પછી છોકરાવાળા જોવા માટે આવવાના હતાં. ગોપીના માતા-પિતાનું સપનું હતું કે ગોપીના લગ્ન આખું ગામ માણે અને તે ધામધુમથી ગોપીના લગ્ન કરે. પરંતુ, આ બાજુ ગોપીને આ છોકરાવાળા જોવા માટે આવે અને અમુક ચોક્કસ સમયની મુલાકાત પછી લગ્નનો નિર્ણય લેવાય એવી બધી બાબતોમાં રસ ન હતો,તેને આવી બાબતો યોગ્ય ન લાગતી. ગોપી અવારનવાર તેના મમ્મી પપ્પાને કહેતી કે હું તો પ્રેમ લગ્ન જ કરીશ. ગોપી આમતો કોઈ ભગવાનમાં માનતી ન હતી પરંતુ તે કૃષ્ણને પોતાની હૃદયની સૌથી નજીક રાખતી અને તે કૃષ્ણ ભગવાનનો ફોટો હરહંમેશ પોતાના મોબાઈલના વોલપેપર તરીકે રાખતી. હવે જ્યારે એને લગ્ન માટે જોવા માટે