સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૬ સંકલન- મિતલ ઠક્કર સવારે તૈલીય ચહેરા પર હૂંફાળા પાણીના છાંટા મારો, એનાથી ચહેરા પરનું વધારાનું તેલ નીકળી જશે. ચહેરો ખીલ અને બ્લેકહેડ્સથી બચેલો રહેશે. જો ત્વચા સૂકી હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ ન કરો, એનાથી ત્વચા વધુ સુકી થશે અને તેનું લચીલાપણું પણ ઘટી જશે. તડકાથી દાઝેલી ચહેરાની ત્વચા પર સૂરજમુખીનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. ગરમીમાં એડીમાં ચીરા અનેક લોકોને પડતા હોય છે. આમ, જો તમારા પગમાં પણ ચીરા પડતા હોય તો રોજ રાત્રે ચીરા પર હુંફાળુ દિવેલ લગાવો અને પછી મોજા પહેરીને સૂઇ જાઓ. જો આ પ્રોસેસ તમે દરરોજ કરશો