ઉદય ભાગ ૧૭

(36)
  • 2.5k
  • 1
  • 1.2k

સવારે ઉદય વહેલો ઉઠી ગયો . કસરત અને નિત્યક્રમ પતાવીને તૈયાર થઇ ગયો અને મફાકાકા ના ઘરે પહોંચી ગયો. આજે તો ઘર દિવાળી હોય તેમ સજી ગયું હતું અને બાજુવાળા જમનાકાકી એ રસોઈઘર ની જવાબદારી લઇ લીધી હતી અને તેમના પતિ રઘાકાકા આંગણામાં કચરો વળી રહ્યા હતા . ઉદય ને મનમાં થયું કે ગામડામાં રહેવાની કેવી મજા હોય છે લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે એકબીજાને કેવા મદદરૂપ થાય છે જયારે તે શહેર માં રહેતો હતો ત્યારે પાડોશીઓ માં આટલો પ્રેમ જોયો ન હતો. આજે ઉદય એકદમ ગામડિયા ના વેશ માં હતો ધોતિયું , પહેરણ અને માથે ફાળિયું પહેર્યું હતું