કર્ણલોક - 4

(62)
  • 8.4k
  • 4
  • 4.6k

દુકાન પૂરી તૈયાર થઈ તે દિવસે નંદુ હાજર નહોતો. પૂનમ હતી અને તે તેના નિયમ મુજબ મઢીએ ગયેલો. મઢીથી થોડે જ દૂર નિમુબહેનની વાડી. ત્યાં પણ તે રોકાવાનો હતો. મોહન મારો પહેલો ઘરાક હતો. તેની હાથલારી બહુ ભારે ફરતી હતી તે સરવિસ કરવાનું કહીને ગયેલો. બીજે દિવસે પાછો આવવાનો હતો. ચાર પૈડાં ખોલીને ફરી ફીટ કરવાં તે કંઈ મોટું કામ નહોતું પણ મારા માટે તો નવું હતું. ગ્રીઝિંગ, ફિટિંગ બધું સાંજ સુધી ચાલ્યું.