રીંકુ નાની પણ બહુ ચબરાક છોકરી હતી.વળી શિસ્તબધ્ધ ! હંમેશા વડીલોને માનથી બોલાવે. ભણવામાં'ય એટલી જ હોંશિયાર ! વારંવાર નવું નવું શીખવા તત્પર રહે. હંમેશા સત્યનો સાથ આપતી અને જો ક્યાંય ખોટું થતું હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરતી. રવિવારનો દિવસ હતો.રીંકુ આજે વહેલી ઉઠી ગઈ હતી એણે એનું બધું'ય લેસન તો સવારે વહેલાં જ કરી નાખેલું .થોડીવાર ટેલી-વેઝીન જોયું , મૈત્રીઓ સાથે રમતો રમી, કેટલીક વાર્તાઓ વાંચી. હવે રીંકુને કંટાળો આવતો હતો.સમય કઈ રીતે પસાર કરવો ? એ એને સુઝતું ન હતું.ત્યાંજ મમ્મીને થેલી લઈને બહાર જતાં જોઈ બોલી, "મમ્મી , કયાં જાવ છો ?"