હાર્ટ કનેક્શન

(8.7k)
  • 3.4k
  • 2
  • 1k

                Heart connection?"ઓહહ.... આજે કેમ લેટ થઈ ગયું?? ઓહહ શીટ...મોબાઈલ સાઇલેન્ટ માં જ રહી ગયો....પછી ક્યાંથી એલાર્મ વાગે??"ઝડપથી તૈયાર થઈને નક્ષ ન્યૂઝ પેપર લઈને બેઠો ત્યાં ડોરબેલ વાગી...રૂમ સર્વિસવાળો ચા નાસ્તો લઈને આવ્યો હતો...નક્ષએ ચા ની ચૂસકી સાથે પેપર વાંચવાની શરૂઆત કરી....અને છેલ્લે તેની આંગળી રાશિ પર જઈને અટકી ગઈ...અને વાંચતાજ એક અટ્ટહાસ્ય નીકળી ગયું..."આજે તમારી જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે...હુંહ....મારી જિંદગીમાં તો ૮વર્ષ પહેલાનું જ બધાએ આવવાનું બંધ કરી દીધું છે...અને મારે હવે કોઈ જોઈએ પણ નહીં.."એક નિસાસા સાથે બોલીને તે ઉભો થઇ ગયો ને બેગ લઈ હોટલ ની બહાર ગાડીમાં