પહેલું પેપર

(26)
  • 2k
  • 7
  • 605

શેઠનો આનંદ માતો ન હતો. માતાજીની અનેક બાધા આખડીઓ બાદ દેવે દીધેલો સાત ખોટનો દીકરો દેખાવે તો રાજકુંવર જેવો હતો જ, ભણવામાં પણ શિક્ષકોનો માનીતો હતો. ઘણો હોંશિયાર કહી શકાય. હા, થોડું તો શેઠની પ્રતિષ્ઠા અને શાળાના ટ્રસ્ટીઓ સાથેના સંબંધ પણ શિક્ષકોના તે કિશોર પ્રત્યેના વધુ પ્રેમનું કારણ હોઈ શકે. જે હોય તે, પોતાનો વિસ્તૃત, સમૃદ્ધ ધંધો સંભાળવા આ પુત્ર કાબેલ નીવડશે તેમાં શંકા ન હતી. પુત્ર મેટ્રિકમાં આવ્યો. (એ વખતે 11મું એટકે ssc કે મેટ્રિક. 10 અને 12 એમ બે સ્ટેજ ન હતાં. કોલેજ અને લાઈન 11મુ એટલે કે મેટ્રિક પરથી નક્કી થતી.) આઠમા ધોરણથી પુત્રને વધુ હોંશિયાર બનાવવા