બડે પાપા - નવલકથા - પ્રકરણ 12

  • 3.8k
  • 1
  • 1.6k

બંને ઘરે પહોંચ્યા . સુહાની બે દિવસમાં જ પાછી આવી ગઈ હતી . તે બદલ દેરાણી જેઠાણીએ કોઈ અચરજની લાગણી વ્યક્ત કરી નહોતી ! તે જોઈ સાળી જીજુને નવાઈ લાગી હતી .લલિતા બહેને તરતજ પોતાના જમાઈને ખખડાવી નાખ્યો .:  ' તમને ના પાડી હતી છતાં તમે સુહાનીને હસમુખના ઘરે શા માટે લઇ ગયા ? :આનાથી એક વાત સાબિત થતી હતી . હસમુખે ફોન કરી સારો હવાલો આપી દીધો હતો !સત્યમ તેનો કોઈ જવાબ આપે તે પહેલા જ સુહાનીએ દરમિયાનગીરી કરી પોતાના જીજુનો બચાવ કર્યો .' તમારે આ મામલામાં જીજુને જવાબદાર ગણવાની કોઈ જરૂર નથી . હસમુખને ત્યાં જવાનો નિર્ણય મારો હતો