ચિઠ્ઠી

(20)
  • 4.1k
  • 2
  • 997

જ્યોતિબેન ની આંખ માંથી આંસુ સુકાતા ન હતા. જ્યોતિબેન નો દીકરો વિવાન ઘર છોડી ને મરવા માટે જતો રહ્યો હતો. વિવાન 9માં ધોરણ માં ભણતો હતો. વિવાન ના પિતા ફેકટરી માં આગ લાગતા મૃત્યુ પામ્યા હતા. નાનપણ થી વિવાન ને એની માતા એ ઉછેર્યો હતો. ઘરકામ અને સિલાઈ કામ કરી ને ગુજરાન ચલાવ્યું હતું. જયોતિ બેન ની ઇચ્છા એવી કે વિવાન ભણવામાં હોશિયાર બને અને પ્રથમ નંબરે આવે. એ માટે એ તનતોડ મેહનત કરતા. પણ વિવાન ભણવામાં હોશિયાર ન હતો. એનું મગજ ભણવા કરતા બીજી ઈતર પ્રવૃત્તિ માં ચોટયું રહેતું જેમ કે મશીનરી કામ, ચિત્ર કામ, અન્ય કલા કારીગરી .